ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની 1 દિવસની-વન-ડે ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ થઈ છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. આ મહિનાના અંતમાં શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બંને ટીમ વન-ડેમાં પોતાના પ્રદર્શનમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે. ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી 4-1થી વિજય મેળવ્યો હતો.
આ વખતે રોહિત શર્માની સાથે, વિરાટ કોહલી પણ ભારતીય ટીમમાં પરત ફર્યા છે. આ શ્રેણી માટે વરુણ ચક્રવર્તી પણ ટીમમાં છે. ભારતીય ટીમ આ રવિવારે ઓડિશાના કટકમાં ઈંગ્લેન્ડ સામે પોતાની બીજી મેચ રમશે. જ્યારે ત્રીજી અને અંતિમ વન-ડે 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 2:23 પી એમ(PM) | ભારત અને ઇંગ્લેન્ડ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની 1 દિવસની-વન-ડે ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ થઈ છે.
