ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 10, 2025 2:12 પી એમ(PM) | મહિલા ક્રિકેટ

printer

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં કેપ્ટનની અડધી સદીની સહાયથી પ્રવાસી ટીમની સારી શરૂઆત

મહિલા ક્રિકેટમાં ગુજરાતના રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચમાં છેલ્લા મળતા અહેવાલો પ્રમાણે કેપ્ટન ગેબી લુઇસની અડધી સદી સાથે આયર્લેન્ડે ૩૦ ઓવરમાં ૪ વિકેટે ૧૩૩ રન બનાવ્યા છે. અગાઉ આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
સ્મૃતિ મંધાના ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે દીપ્તિ શર્માને વાઇસ-કેપ્ટન માટે નામાંકિત કરાયા છે. હરમનપ્રીત કૌર અને રેણુકા સિંહ ઠાકુર આ મેચોમાં ભારતનું નેતૃત્વ નહીં કરે. શ્રેણીની બીજી મેચ રવિવારે રમાશે જ્યારે ત્રીજી મેચ આ મહિનાની 15 તારીખે યોજાશે.
2006 પછી આયર્લેન્ડ સામે ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય મહિલા વન-ડે શ્રેણી છે. બંને ટીમો છેલ્લે 2023 માં T20 વર્લ્ડ કપમાં એકબીજા સામે આવી હતી અને ભારતીય મહિલા ટીમે તે સ્પર્ધા પાંચ રનના માર્જિનથી જીતી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ