પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં મજબૂતીથી સાથે ઉભા છે અને બંને સંમત છે કે સરહદ પાર આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે. તેઓ આજે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની દ્વિપક્ષીય ચર્ચા બાદ આમ જણાવ્યું.
શ્રી મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણું કરીને 500 અબજ ડોલર કરવાનો નિર્ણય લીધો છે.
દરમિયાન, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત અને અમેરિકા સૌથી મોટા વેપાર માર્ગોમાંથી એક, ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર બનાવવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 7:48 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ભારત અને અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં મજબૂતીથી સાથે ઉભા છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
