વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર માટેના કરારો પર ચર્ચા આગળ વધારવા તત્પર છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન, બંને દેશોએ પરસ્પર ફાયદાકારક, બહુ-ક્ષેત્રીય દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરવાની યોજનાઓની જાહેરાત કરી હતી.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ અમેરિકામાં હતા અને તેમના સમકક્ષોને પણ મળ્યા હતા. શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે દ્વિપક્ષીય વેપાર કરારનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વેપારને મજબૂત બનાવવા, બજારની પહોંચ વધારવા, ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો ઘટાડવા અને પુરવઠા શૃંખલાને મજબૂત બનાવવાનો છે.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની બ્રિટન મુલાકાત દરમિયાન જયશંકરની સુરક્ષામાં ચૂકના મુદ્દા પર, શ્રી જયસ્વાલે કહ્યું કે ભારતે બ્રિટિશ અધિકારીઓ સમક્ષ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
Site Admin | માર્ચ 7, 2025 7:26 પી એમ(PM) | વિદેશ મંત્રાલય
ભારત અને અમેરિકા અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર માટેના કરારો પર ચર્ચા આગળ વધારવા તત્પર : વિદેશ મંત્રાલય
