ભારત અને અમેરિકાના ખાસ સંરક્ષણ દળોની 15મી સંયુક્ત કવાયત વજ્ર પ્રહર અમેરિકાના ઇડાહોમાં ઓર્ચાર્ડ કોમ્બેટ ટ્રેનિંગ સેન્ટર ખાતે આજથી શરૂ થશે. જે 22મી નવેમ્બર સુધી ચાલશે. ભારતીય અને અમેરિકન આર્મી વચ્ચે આ વર્ષની આ બીજી કવાયત છે. અગાઉની કવાયત સપ્ટેમ્બરમાં રાજસ્થાનમાં હાથ ધરાઇ હતી.સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે સંયુક્ત કવાયતમાં બંને દેશોની ટુકડીઓમાં 45-45 જવાનો
ભાગ લેશે. ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ વિશેષ દળોના એકમો દ્વારા કરવામાં આવશે અને અમેરિકન આર્મી ટુકડીનું પ્રતિનિધિત્વ અમેરિકાના ગ્રીન બેરેટ્સ દ્વારા કરવામાં આવશે.આ કવાયત્નો હેતુ આંતર કાર્યક્ષમતા, સંયુક્તતા અને વિશેષ ઓપરેશન યુક્તિઓના પરસ્પર વિનિમય દ્વારા ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ કવાયત ઉચ્ચ સ્તરની શારીરિક તંદુરસ્તી,
સંયુક્ત આયોજન અને સંયુક્ત વ્યૂહાત્મક કવાયત પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Site Admin | નવેમ્બર 2, 2024 2:20 પી એમ(PM)
ભારત અને અમેરિકાના ખાસ સંરક્ષણ દળોની 15મી સંયુક્ત કવાયત વજ્ર પ્રહર અમેરિકાના ઇડાહોમાં ઓર્ચાર્ડ કોમ્બેટ ટ્રેનિંગ સેન્ટર ખાતે આજથી શરૂ થશે
