ભારત અને અમેરિકાએ સંરક્ષણ, ટેકનોલોજી, અવકાશ સહયોગ, સ્વચ્છ ઉર્જા અને દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ સહિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી. બંને પક્ષોએ સોમવારે નવી દિલ્હીમાં યોજાયેલી ટુ પ્લસ ટુ આંતર-સત્રીય દ્વિપક્ષીય બેઠક દરમિયાન થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.
વિદેશ મંત્રાલયે કહ્યું કે આ બેઠક દરમિયાન વ્યાપક પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મૂલ્યાંકનની આપ-લે કરવાની તક પણ મળી હતી. આ બેઠકમાં, ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંયુક્ત સચિવ નાગરાજ નાયડુ અને આંતરરાષ્ટ્રીય સહકારના સંયુક્ત સચિવ વિશેષ નેગીએ કર્યું હતું.