પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો નિર્ણય લીધો છે.
સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ જણાવ્યું કે, ભારત અને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનું ચાલુ રાખશે. તેમણે જણાવ્યું કે, બંને દેશો વચ્ચેનો સહયોગ અને સહભાગિતા વધુ સારા વિશ્વનાં નિર્માણમાં સહાયક બની શકે છે. શ્રી મોદીએ જણાવ્યું કે, બંને પક્ષો વ્યૂહાત્મક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંબંધોને ગાઢ બનાવશે. આ અંતર્ગત મહત્વપૂર્ણ ખનીજ, આધુનિક સામગ્રી અને ફાર્માસ્યુટિકલ્સની મજબૂત પુરવઠા શ્રુંખલા પર ભાર મૂકવામાં આવશે.
અગાઉ પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વોશિંગ્ટન ડીસી ખાતે વ્હાઇટ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી.
શ્રી ટ્રમ્પે શ્રી મોદીને એક મહાન નેતા ગણાવ્યા. તેમણે કહ્યું કે શ્રી મોદી મારા મિત્ર છે અને મને તેમને મળીને આનંદ થયો. તેમણે કહ્યું કે અમેરિકા ભારતને તેલ અને ગેસ આપશે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન, ભારત અને અમેરિકા વચ્ચેની નિકટતા નવી ઊંચાઈએ પહોંચી હતી. શ્રી મોદીએ કહ્યું કે તેઓ ખુશ છે કે શ્રી ટ્રમ્પે યુક્રેન મુદ્દા પર પહેલ કરી છે
શ્રી મોદીએ શ્રી ટ્રમ્પ ને ભારત આવવાનું આમંત્રણ આપ્યું.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 10:12 એ એમ (AM)
ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો નિર્ણય લીધો છે
