ભારતે ૨૦૩૦ માં ગુજરાતમાં રાષ્ટ્ર મંડળ રમતોનું આયોજન કરવા માટે બોલી લગાવી છે. કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પીટી ઉષાના નેતૃત્વમાં આ માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. પીટી ઉષાએ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન દ્વારા ભારતનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. તેમણે ૨૦૨૩ આઈસીસી મેન્સ ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલ મેચ અને તાજેતરના કોલ્ડપ્લે કોન્સર્ટને ટાંકીને મોટા પાયે ઇવેન્ટ્સનું આયોજન કરવામાં અમદાવાદની ક્ષમતા હોવાનું જણાવ્યું હતું.
Site Admin | માર્ચ 21, 2025 3:16 પી એમ(PM) | કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા
ભારતે ૨૦૩૦ માં ગુજરાતમાં રાષ્ટ્ર મંડળ રમતોનું આયોજન કરવા માટે બોલી લગાવી
