ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 17, 2025 2:15 પી એમ(PM) | ઈસરો

printer

ભારતે સોલિડ રૉકેટ મોટર માટે વિશ્વની સૌથી મોટા 10 ટન પ્રૉપેલૅન્ટ મિક્સર બનાવ્યું

ભારતે સોલિડ રૉકેટ મોટર માટે વિશ્વની સૌથી મોટા 10 ટન પ્રૉપેલૅન્ટ મિક્સર બનાવ્યું છે. આ પ્રણાલીની ડિઝાઈન અને નિર્માણ કરીને ઈસરોએ માત્ર ટેક્નિકલ કુશળતાને તો પ્રદર્શિત કરે જ છે, પરંતુ આત્મનિર્ભર ભારત સ્પેસ પહેલ અંતર્ગત અંતરિક્ષ ટેક્નોલૉજીમાં આત્મનિર્ભરતાને પણ મજબૂત કરે છે.
આ પ્રૉપેલૅન્ટ મિક્સર ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા-ઈસરોના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રએ બેંગ્લોરમાં કેન્દ્રીય ઉત્પાદન ટેક્નોલૉજી સંસ્થાના સહકારથી તૈયાર કરાયું છે. આ રૉકેટ પ્રક્ષેપણ માટે જરૂરી ઘન પ્રૉપેલન્ટ ઘટકોનું ચોક્કસ અને સલામત મિશ્રણ સુનિશ્ચિત કરે છે. ઈસરોએ આને અંતરિક્ષ ટેક્નોલૉજીમાં ભારતની વધતી આત્મનિર્ભરતાનું પ્રતિક ગણાવ્યું છે. આ રિમોટ કન્ટ્રોલ મિક્સર ગયા સપ્તાહે જ ઇસરોને સોંપાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ