ભારતે સામાજિક કલ્યાણ કાર્યક્રમ હેઠળ લગભગ 425 મેટ્રિક ટન અનાજ અને અન્ય ચીજ વસ્તુઓની પ્રથમ ખેપ આજે સુરીનામમાં મોકલી છે. સુરીનામ સાથે ભારતના સંબંધો ગાઢ, સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ છે.
1976માં રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદથી ભારત અને સુરીનામ વચ્ચે અનેક ઉચ્ચ સ્તરીય મુલાકાતો થઈ છે. પારામારિબોમાં 1977 માં ભારતીય દૂતાવાસ શરૂ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2000માં નવી દિલ્હીમાં સુરીનામનું દૂતાવાસ શરૂ કરાયું હતું.
Site Admin | નવેમ્બર 17, 2024 9:30 એ એમ (AM) | સામાજિક કલ્યાણ કાર્યક્રમ