ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે ક્યુબાના ઠરાવને સમર્થન આપ્યું છે . આ ઠરાવમાં ક્યુબા પર લાંબા સમયથી અમેરિકાના આર્થિક, વ્યાપારી અને નાણાકીય પ્રતિબંધનાં અંત નો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. તાજેતરની ચર્ચા દરમિયાન, યુએનમાં ભારતના પ્રથમ સચિવ, સ્નેહા દુબેએ ક્યુબાની અર્થવ્યવસ્થા અને લોકો પર પ્રતિબંધની નુકસાનકારક અસરો પર ભાર મૂક્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ટ સભા દ્વારા યોજાયેલા મતદાનમાં, 187 દેશોએ ઠરાવને સમર્થન આપ્યું હતું, માત્ર અમેરિકા અને ઇઝરાયેલે તેનો વિરોધ કર્યો હતો.
Site Admin | ઓક્ટોબર 31, 2024 7:41 પી એમ(PM) | સંયુક્ત રાષ્ટ્ર સંઘ
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે ક્યુબાના ઠરાવને સમર્થન આપ્યું છે
