ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 25, 2024 8:13 પી એમ(PM) | H.I.V.

printer

ભારતે વર્ષ 2030 સુધી H.I.V. અને એઇડ્સને નાબૂદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે કહ્યું કે, ‘ભારતવર્ષ 2030 સુધી H.I.V. અને એઇડ્સને નાબૂદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધ છે. સંયુક્તરાષ્ટ્ર મહાસભાના 79મા સત્રમાં એક કાર્યક્રમને સંબોધતાં શ્રીમતી પટેલે એન્ટીરેટ્રોવાઈરલ દવાઓના સૌથી મોટા પૂરવઠાકાર તરીકે ભારતની ભૂમિકાની વાત કહી હતી. ભારત આ શ્રેણીમાં 70 ટકાથી વધુ વૈશ્વિક દવાઓનો પૂરવઠો પૂરો પાડે છે. શ્રીમતી પટેલે ઉંમેર્યું, વર્ષ 2010 પછીથી વાર્ષિક H.I.V. સંક્રમણમાં 44 ટકાનો ઘટાડો નોંધાયો છે,જે વૈશ્વિક સ્તરે 39 ટકાના ઘટાડા દર કરતા વધુ સારો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ