ભારતે રશિયામાં એક ભારતીય નાગરિકના મૃત્યુનો મામલો રશિયના અધિકારીઓ અને નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસ સમક્ષ ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે ફરી એકવાર કહ્યું છે કે રશિયન સેના માટે કામ કરતા બાકીના ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે સેવામાંથી મુક્ત કરવામાં આવે. આજે જારી કરાયેલા એકનિવેદનમાં, વિદેશ મંત્રાલયે રશિયન સેનામાં ભરતી થયેલા કેરળના એક ભારતીય નાગરિકના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે કેરળનો અન્ય એક ભારતીય નાગરિક ઘાયલ છે જેની મોસ્કોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહીછે. ભારતીય દૂતાવાસ બંને લોકોના પરિવારોના સંપર્કમાં છે અને શક્ય તમામ સહાય પૂરીપાડી રહ્યું હોવાનું મંત્રાલયે જણાવી મૃતક ભારતીય નાગરિકના મૃતદેહને અને ઘાયલ વ્યક્તિને પણ જલ્દી ભારત મોકલવાની માંગ પણ કરવામાં આવીછે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 7:09 પી એમ(PM)