ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 7:14 પી એમ(PM)

printer

ભારતે મ્યાનમારનાં ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલવા માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે

ભારતે મ્યાનમારનાં ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલવા માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે. આ અંતર્ગત પંદર ટનની રાહત સામગ્રી લઈને ખાસ વિમાન આજે સવારે યાંગોન વિમાન મથકે પહોંચ્યું હતું. મ્યાનમાર ખાતેનાં ભારતીય રાજદૂતે આ રાહતસામગ્રી સ્વીકારીને મ્યાનમારમાં ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાની વ્યવસ્થા કરી છે. ભારતે મ્યાનમાર મોકલેલી રાહત સામગ્રીમાં ટેન્ટ,બ્લેન્કેટ, આવશ્યક દવાઓ, સોલાર લેમ્પ અને ફૂડ પેકેટનો સમાવેશ થયા છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, મ્યાનમારનાં ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કાટમાળ હેઠળનાં લોકોને શોધવા અને બચાવવા જરૂરી સાધનસામગ્રી અને રાહત બચાવ કર્મચારીઓ સાથેબે વિમાન મ્યાનમાર મોકલવામાં આવી રહ્યાં છે. આ વિમાનો સંબંધીત વિસ્તારોમાં આજે મોડી સાંજે અથવા રાત્રે પહોંચવાની સંભવાના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ