વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત અને માર્શલ ટાપુઓ મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોનો લાંબો ઈતિહાસ ધરાવે છે જે વર્ષોથી વિસ્તર્યો છે. માર્શલ ટાપુઓમાં સામુદાયિક વિકાસની ચાર પરિયોજનાઓના અમલીકરણ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર પ્રસંગે એક સંદેશમાં, ડૉ. જયશંકરે કહ્યું કે પેસિફિકમાં આવેલા ટાપુઓ નાના નથી પરંતુ વિશાળ સમુદ્રી દેશો છે.
તેમણે કહ્યું કે પેસિફિક ટાપુઓના વિકાસની યાત્રામાં ભારત તેમની પડખે છે. તેમણે ઉમેર્યું હતું કે જળવાયુ પરિવર્તન, કુદરતી આફતો, ગરીબી નાબૂદી અને આરોગ્ય સંભાળ જેવા પડકારોનો બંને દેશો સાથે મળીને સામનો કરશે.
Site Admin | જુલાઇ 15, 2024 3:41 પી એમ(PM) | માર્શલ ટાપુઓ | વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર
ભારતે માર્શલ ટાપુઓ સાથે સામુદાયિક વિકાસની 4 પરિયોજનાઓના અમલીકરણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
