ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 28, 2024 3:10 પી એમ(PM) | મંકીપોક્સ

printer

ભારતે મંકીપોક્સ વૈરાસની ચકાસણી માટે સ્વદેશી RT-PCR ટેસ્ટ કીટ વિકસાવી

ભારતે મંકીપોક્સ વૈરાસની ચકાસણી માટે સ્વદેશી RT-PCR ટેસ્ટ કીટ વિકસાવી છે. કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠને આ વાયરલ રોગ માટે સિમેન્સ હેલ્થિનિયરની RT-PCR કીટને મંજૂરી આપી છે. તેનો ઉપયોગ I.M.D.X.A મંકીપોક્સનું નિદાન કરવા માટે કરવામાં આવશે. આ કીટ દ્વારા માત્ર ચાલીસ મિનિટમાં પરિણામ મેળવી શકાય છે, જે અન્ય પરીક્ષણ પદ્ધતિઓ કરતા ઝડપી છે. પરંપરાગત પરીક્ષણ પદ્ધતિઓમાં, આ રોગનું નિદાન કરવામાં એકથી બે કલાકનો સમય લાગે છે.
ઉલ્લેખનીય છે કે આફ્રિકાના ઘણા ભાગોમાં મંકીપોક્સના કેસોની ઘટના અને ફેલાવાને ધ્યાનમાં રાખીને, વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ રોગચાળાને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, વર્ષ 2022 થી, વિશ્વના 116 દેશોમાંથી 99 હજારથી વધુ કેસ નોંધાયા છે અને આ રોગચાળાને કારણે 208 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ