ભારતે બાંગ્લાદેશ સામે ચેન્નઈમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસના અંતે 308 રનની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પહેલી ઇનિંગમાં નોંધાવેલા 376 રનના જવાબમાં બાંગ્લાદેશની પહેલી ઇનિંગ માત્ર 149 રને સમેટાઈ જતાં ભારતને 227 રનની સરસાઈ મળી હતી.
બાંગ્લાદેશની શકીબ અલ હસને સૌથી વધુ 32 રન નોંધાવ્યા હતા અને ભારત વતી જસપ્રિત બુમરાહે ચાર જ્યારે મહમંદ સિરાજ, આકાશદીપ અને રવિન્દ્ર જાડેજાએ દરેકે બે – બે વિકેટો ઝડપી હતી.
આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે 81 રન નોંધાવ્યા છે. શુભમનગિલ 33 રન અને ઋષભ પંત 12 રન સાથે રમતમાં છે. આ અત્યાર સુધીની રન સંખ્યા આ મુજબ છે. ભારત 376 અને બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે 81 રન જ્યારે બાંગ્લાદેશ પહેલી ઇનિંગમાં 149 રન.
Site Admin | સપ્ટેમ્બર 20, 2024 7:46 પી એમ(PM) | ક્રિકેટ