ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 5, 2024 10:10 એ એમ (AM) | આતંકવાદ

printer

ભારતે ફરી એકવાર આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંધિ અપનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

ભારતે ફરી એકવાર આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંધિ અપનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
આ સંધિનો પ્રસ્તાવ ભારતે લગભગ 30 વર્ષ પહેલા મૂક્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રની કાયદાકીય સમિતિને સંબોધન કરતાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં ભારતના પ્રતિનિધિ આર. મૈથિલીએ આતંકવાદી જૂથોની વધતી તાકાત પર ચિંતા વ્યક્ત કરતાં આતંકવાદ પર વ્યાપક સંમેલનને અંતિમ સ્વરૂપ આપવા માટે વર્તમાન મડાગાંઠને દૂર કરવા માટે વિશ્વ સમુદાયની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સુશ્રી મૈથિલીએ રાજકીય કારણોસર આતંકવાદને વાજબી ઠેરવતા દેશોની નિંદા કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ