ભારતે પેલેસ્ટાઈનના લોકો માટે માનવતાવાદી સહાય તરીકે 30 ટન તબીબી પુરવઠાનો બીજો જથ્થો મોકલ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ પુરવઠામાં આવશ્યક જીવનજરૂરી ચીજવસ્તુઓ અને કેન્સરવિરોધી દવાઓ સામેલ છે. અગાઉ ગત 22મી તારીખે ભારતે દવા અને ખાદ્ય ચીજવસ્તુઓનો સમાવેશ કરતી સહાયનો પ્રથમજથ્થો મોકલ્યો હતો. પેલેસ્ટાઈનના શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર રાહત અને કાર્યસંસ્થા દ્વારા આ સહાય મોકલવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 29, 2024 3:41 પી એમ(PM)