ભારતે દિલ્હીમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં 45 સુવર્ણ, 40 રજત અને 49 કાંસ્ય સહિત કુલ 134 મેડલ જીતીને મેડલ સૂચિમાં ટોચનું સ્થાન મેળવ્યું.
ભારતે પુરુષોના શોટ પુટમાં બધા મેડલ જીત્યા. ભારતના સાગરે ૧૧.૪૭ મીટરના અંતરે શોટ પુટ ફેંકીને સુવર્ણ ચંદ્રક જીત્યો. જ્યારે જાનકા સિંહે સિલ્વર અને બાલાજી રાજેન્દ્રએ કાંસ્ય ચંદ્રક જીત્યો. પુરુષોની 200 મીટર દોડમાં ભારતના વિનયે રજત અને અભિષેક બાબા સાહેબ જાધવે કાંસ્ય ચંદ્રક જીત્યો. ભારતની પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો.
Site Admin | માર્ચ 14, 2025 7:44 પી એમ(PM)
ભારતે દિલ્હીમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું
