સેન્ચુરિયનમાં રમાયેલી ત્રીજી ટી-ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને અગિયાર રનથી હાર આપી છે. ભારતે યજમાન ટીમને 220 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા સાત વિકેટના નુકસાને 208 રન જ બનાવી શકી હતી. આફ્રિકા તરફથી માર્કો જેન્સને 17 બોલમાં 54 રન અને હેનરિક ક્લાસને 22 બોલમાં 41 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે ત્રણ અને વરુણ ચક્રવર્તીએ બે વિકેટ ઝડપી હતી.
આ પહેલા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 56 બોલમાં સાત છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી અણનમ 107 રન બનાવ્યા હતા જ્યારે અભિષેક શર્માએ 25 બોલમાં 50 રન કર્યા હતા . તિલક વર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા. શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ આવતીકાલે જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે. ભારતે ચાર મેચની શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે.
Site Admin | નવેમ્બર 14, 2024 10:20 એ એમ (AM) | #TeamIndia #SAvIND #akashvani