ભારતે શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 મેચની શ્રેણીમાં ત્રીજી અને અંતિમ મેચમાં શ્રીલંકાને હરાવી દીધું છે. ભારતે પહેલા બેટિંગ કરતા શ્રીલંકાને જીતવામાટે 137 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, શ્રીલંકાએ 20 ઑવરમાં 8 વિકેટ ગુમાવી આ લક્ષ્યાંક હાંસલ કરી લેતા સુપર ઑવર કરાવવી પડી હતી.
સુપર ઑવરમાં શ્રીલંકા માત્ર 2 જ રન બનાવી શકી. જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સુપર ઑવરના પહેલા જ બૉલમાં ચાર રન બનાવી સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. આ શ્રેણીમાં ભારતના વૉશિંગ્ટન સુન્દરને પ્લેયર ઑફ ધ મેચ, જ્યારે સૂર્યકુમાર યાદવને પ્લેયર ઑફ ધ સિરીઝ તરીકે પસંદ કરાયા હતા. હવે ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં શ્રીલંકાથી કૉલમ્બોમાંત્રણ મેચની વન-ડે મેચની શ્રેણી રમશે.
Site Admin | જુલાઇ 31, 2024 11:09 એ એમ (AM) | India