ભારતે ઝામ્બિયાની આરોગ્યસંભાળ પ્રણાલીને સહાય આપવા માટે તબીબી ઉપકરણોનો પુરવઠો ઉપલબ્ધ કરીને ઝામ્બિયા સાથેની ભાગીદારીને મજબૂત બનાવી છે.
ગઈકાલે મુંબઈથી તબીબી પુરવઠો રવાના કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે, હોસ્પિટલના બેડ, ઓપરેશન થિયેટર ટેબલ, એનેસ્થેસિયા મશીનો અને અન્ય ઉત્પાદનો સહિતનો તબીબી પુરવઠો આજે મુંબઈના ન્હવા શેવા બંદરથી રવાના થયો હતો.
Site Admin | નવેમ્બર 29, 2024 9:27 એ એમ (AM)