ભારતે જોર્ડનના અમ્માનમાં રમાયેલી 17 વર્ષથી ઓછી વયની એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ચાર સુવર્ણ, બે રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક મળી કુલ 11 ચંદ્રક જીત્યા છે. મહિલા કુસ્તીબાજોએ ચારેય સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. 46 કિગ્રામાં દીપાંશી, 53 કિગ્રામાં મુસ્કાન, 61 કિગ્રામાં રજનીતા અને 69 કિગ્રામાં માનસી લાથેરે શાનદાર પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક મેળવ્યા હતા. રાજા બાલાએ 40 કિગ્રા કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો હતો.
પુરૂષ ટીમમાં સમર્થ ગજાનન મ્હાકાવેએ 55 કિગ્રા વર્ગમાં રજત ચંદ્રક મેળવ્યો હતો. જ્યારે, 65 કિગ્રામાં આકાશ, 71 કિગ્રામાં સચિન કુમાર, 48 કિગ્રામાં વિકાસ કાચપ, 60 કિગ્રામાં તુષાર તુકારામ પાટીલ અને 110 કિગ્રામાં રોનકે કાંસ્ય ચંદ્રક જીત્યા હતા.
Site Admin | જૂન 25, 2024 2:50 પી એમ(PM) | એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ