ભારતે જર્મનીના મેગડેબર્ગમાં થયેલા હુમલાની નિંદા કરી છે. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં સાત ભારતીય નાગરિકો પણ સામેલ છે. જર્મનીમાં ભારતીય દૂતાવાસ ઘાયલોના સંપર્કમાં છે.
આ ઘટના શુક્રવારે સાંજે બની હતી, જ્યારે એક કાર ભીડવાળા ક્રિસમસ માર્કેટમાં ઘૂસી હતી.
Site Admin | ડિસેમ્બર 22, 2024 9:11 એ એમ (AM)
ભારતે જર્મનીના મેગડેબર્ગમાં થયેલા હુમલાની નિંદા કરી
