ભારતે છ બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતાઓ પર વિઝા પ્રતિબંધ લગાવાયો હોવાના અહેવાલોને ભારતીય વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, ભારત દ્વારા આવો કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે, બાંગ્લાદેશના 6 વિદ્યાર્થી નેતાઓના વિઝા પર ભારતે પ્રતિબંધ લગાવ્યો હોવાના અહેવાલો ખાનગી મીડિયા માધ્યમોમાં પ્રસારિત થયા બાદ સરકારે આ સ્પષ્ટતા કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 9:48 એ એમ (AM)
ભારતે છ બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતાઓ પર વિઝા પ્રતિબંધ લગાવાયો હોવાના અહેવાલોને ભારતીય વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યા છે
