ભારતે ગઈકાલે યુએન જનરલ એસેમ્બલીમાં ભારતની દરિયાઈ સરહદની બહાર જૈવવિવિધતાને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ઔપચારિક રીતે રાષ્ટ્રીય અધિકારક્ષેત્રના સમાવેશ પર જૈવવિવિધતા કરાર તરીકે ઓળખાય છે.
આ કરાર પર વિદેશ મંત્રી એસ જયશંકરે હસ્તાક્ષર કર્યા છે. તેનો ઉદ્દેશ્ય દરિયાઈ જીવોના સંરક્ષણને સુનિશ્ચિત કરવાનો છે. આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં 20 વર્ષ લાગ્યા અને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે તેને અપનાવવામાં આવ્યો. તે ગેરકાયદેસર માછીમારી અને પ્રદૂષણ પર પ્રતિબંધ મૂકે છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય કેબિનેટે જુલાઈમાં આ કરારમાં ભારતની ભાગીદારીને મંજૂરી આપી હતી.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 2:48 પી એમ(PM) | જૈવવિવિધતા
ભારતે ગઈકાલે યુએન જનરલ એસેમ્બલીમાં ભારતની દરિયાઈ સરહદની બહાર જૈવવિવિધતાને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા
