મહિલા ક્રિકેટમાં, ભારતે આજે ગુજરાતના રાજકોટમાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીની ત્રીજી વનડેમાં આયર્લેન્ડને 304 રનથી હરાવીને તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી. ભારતે શ્રેણી 3-0થી જીતી લીધી. ભારતે આપેલ 436 રનના લક્ષ્યાંકનો પીછો કરતા આયર્લેન્ડ 31.4 ઓવરમાં 131 રન બનાવીને ઓલઆઉટ થયું હતું.
અગાઉ, ભારતીય મહિલા ટીમે 50 ઓવરમાં પાંચ વિકેટે 435 રન બનાવીને ઇતિહાસ રચ્યો, જે તેમનો સૌથી વધુ વનડે કુલ સ્કોર છે અને મહિલા ક્રિકેટના ઇતિહાસમાં ચોથો સૌથી મોટો સ્કોર પણ છે. બંને ભારતીય ઓપનર, સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે સદી ફટકારી હતી. રાવલે 129 બોલમાં 154 રન બનાવીને તેની પ્રથમ વનડે સદી ફટકારી હતી જ્યારે મંધાનાએ 80 બોલમાં 135 રન બનાવીને પોતાની 10મી સદી ફટકારી હતી. રિચા ઘોષે 42 બોલમાં 59 રન કર્યા હતા. આયર્લેન્ડ માટે, ઓર્લા પ્રેન્ડરગાસ્ટે બે વિકેટ લીધી હતી.
Site Admin | જાન્યુઆરી 15, 2025 7:21 પી એમ(PM) | Cricket | ind vs ireland | sports update | Women's Cricket
ભારતે આયર્લેન્ડને 304 રનથી હરાવીને તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી
