ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે ન્યુયોર્કમાં જી-20 દેશોના વિદેશ મંત્રીઓ સાથેની મંત્રણામાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સલામતિ પરિષદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા જાળવવાના પોતાના લક્ષ્યને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. જેનાથી વિશ્વ સંસ્થાની અસરકારકતા અને વિશ્વસનીયતામાં ઘટાડો થયો છે. ડૉ. જયશંકરે કહ્યું કે સુરક્ષા પરિષદના સ્થાયી અને ચૂંટાયેલા સભ્યો બંનેનો વિસ્તાર કરવો જોઈએ.
ડોક્ટર એસ. જયશંકરે ગઈકાલે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમહાસભાથી અલગ યોજાયેલી G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ બેઠકની અધ્યક્ષતા બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ કરી હતી. ડૉક્ટર જયશંકરે વૈશ્વિક શાસન સુધારણાના ત્રણ મુખ્ય ક્ષેત્રો પર ભારતના અભિપ્રાય રજૂ કર્યા. આ સુધારાઓ સંયુક્ત રાષ્ટ્ર અને તેની પેટા સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખું અને બહુપક્ષીય વેપાર પ્રણાલિ અંગેનાં છે. વિદેશ મંત્રીએ જણાવ્યું કે, ભારતનાં જી-20 પ્રમુખપદ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરવામાં આવી છે, જેમાં વિવિધ રાષ્ટ્રોના નેતાઓએ વિકાસ અને જળવાયુ ક્ષેત્રનાં ધિરાણનાં વિસ્તરણની હાકલ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ