હરમનપ્રિત સિંહના નેતૃત્વમાં ભારતીય હૉકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક મેચમાં 52 વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 1972માં મ્યુનિક રમતો બાદ પહેલીવાર ભારતે સતત 2 વખત ઓલિમ્પિક મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. હૉકી ઇન્ડિયાએ 2024માં પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ પુરુષ હૉકી ટીમના પ્રત્યેક ખેલાડીને 15 લાખ રૂપિયા, જ્યારે સહયોગી સ્ટાફના પ્રત્યેક સભ્યને 7.5 લાખ રૂપિયાનું રોકડ ઇનામની જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમને આ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 2:37 પી એમ(PM) | હૉકી
ભારતીય હૉકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક મેચમાં 52 વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્યો
