ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 29, 2024 6:41 પી એમ(PM)

printer

ભારતીય હવામાન વિભાગ(IMD) એ 2 થી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગ(IMD) એ 2 થી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાંમોડી રાત્રે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસની સ્થિતિ પણ પ્રવર્તે તેવી શક્યતા છે.  હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનમાં શીતલહેરની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં 4 થી 6 ડિગ્રી સેલ્સિયસ અને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં આગામી ત્રણ દિવસ દરમિયાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. IMD એ પશ્ચિમી વિક્ષેપને કારણે આવતા મહિનાની 1 થી 4 સુધી પશ્ચિમ હિમાલય પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની પણ આગાહી કરી છે. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ