ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી બે દિવસ સુધી ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હવાના ઓછા દબાણની પરિસ્થિતી સર્જાતા આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિત દેશના પૂર્વીય ભાગોમાં પણ આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે પણ આગામી બે દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 7:45 પી એમ(PM) | વરસાદ