ભારતીય હવામાન વિભાગે બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, પુડુચેરી, તટિય કર્ણાટક અને કરાઈકલમાં 5મી ઓક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. દરમિયાન બિહારમાં, રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પગલે 16 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પવર્તિ રહી છે. પૂરના કારણે 12 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સીતામઢી અને દરભંગાએ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા છે.
Site Admin | ઓક્ટોબર 2, 2024 11:17 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | Weather | weatherupdate | હવામાન | હવામાન વિભાગ