ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગએ જણાવ્યું કે વિદર્ભ પ્રદેશમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. એ સાથે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, કર્ણાટક, રાયલસીમા, કેરળ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાત, મરાઠવાડા, પશ્ચિમ મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન ASNA દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે આગળ વધતાં તોફાન ધીમે ધીમે નબળા પડીને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 9:45 એ એમ (AM)