ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વિવિધ સ્થળ પર વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો અને ત્યારબાદ ત્રણ દિવસ દરમિયાન ધીમે ધીમે 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી પણ કરી છે.દરમિયાન મહત્તમ તાપમાન 25 અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.હવામાન વિભાગે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને સિક્કિમના વિવિધ સ્થળ પર રાત્રે અને સવારે ગાઢ ધુમ્મસ રહેવાની પણ શક્યતા દર્શાવી છે.
Site Admin | ફેબ્રુવારી 5, 2025 2:11 પી એમ(PM) | ભારતીય હવામાન વિભાગ
ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતનાં વિવિધ સ્થળ પર વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી
