ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 1, 2025 2:03 પી એમ(PM)

printer

ભારતીય હવામાન વિભાગે આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારમાં તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી

ભારતીય હવામાન વિભાગે આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારમાં તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે. જોકે, દક્ષિણ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઓછું રહે તેવી શક્યતા છે.
આ ઉપરાંત હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ સ્થળ પર ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. આ અંગે હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાએ માહિતી આપી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ