ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સપ્તાહ દરમિયાન કોંકણ, ગોવા, મરાઠવાડા, રાયલસીમા અને તટીય કર્ણાટકમાં છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગરમ અને ભેજવાળા હવામાનની આગાહી કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 20, 2024 2:41 પી એમ(PM) | ભારે વરસાદ