ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ કહ્યું કે આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. દરમિયાન, IMD એ આગામી 4 દિવસ દરમિયાન ઝારખંડ, પશ્ચિમ બંગાળનાં ગંગા નદીનાં વિસ્તારો, હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, કોંકણ, ગોવા અને ગુજરાતમાં આવતીકાલ સુધી વરસાદ યથાવત રહેશે.
દક્ષિણ ભારતમાં, હવામાન વિભાગે આજે કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ, અને કર્ણાટકના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. અઠવાડિયા દરમિયાન દિલ્હી-NCR સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 2:41 પી એમ(PM) | ભારે વરસાદ