ભારતીય હવામાન વિભાગે આજે વિદર્ભ, તેલંગાણા, રાયલસીમા, કર્ણાટકના કેટલાક વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક સ્થળે અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પશ્ચિમ મધ્યપ્રદેશ અને મરાઠવાડામાં પણ ભારે વરસાદની આગાહી છે. આ તરફ મહારાષ્ટ્રમાં મુંબઈ અને તેના ઉપનગરોના મોટાભાગના વિસ્તારમાં વરસાદ ઓછો થયો છે.
જોકે, હવામાન વિભાગે જાલના, પરભણી અને હિંગોળી માટે રેડ-અલર્ટ તોનાંદેડ અને લાતૂર માટે ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. જ્યારે નાંદેડ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટતાં આજે વરસાદની આગાહી નહીવત્ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી છે
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 2:49 પી એમ(PM) | વરસાદ