ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. જ્યારે અરુણાચલ પ્રદેશના વિવિધ સ્થળોએ ભારે વરસાદની તેમજ આગામી બે દિવસમાં ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વીજળી પડવાની સાથે વાવાઝોડાની સંભાવના છે.
હવામાન વિભાગે આવતીકાલ સુધી જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવા વરસાદ અને હિમવર્ષાની પણ આગાહી કરી છે. આ મહિનાની 25મી તારીખ સુધી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, કેરળ અને માહેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 2:48 પી એમ(PM) | ભારતીય હવામાન વિભાગ
ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી
