ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તર પશ્ચિમ અને પૂર્વીય ભારતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, અને સિક્કીમમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી બે દિવસમાં ભારે વરસાદની શક્યતા છે.
ઉપરાંત ઝારખંડ, બિહાર, ઓડિશા અને તટિય બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે તમિલનાડુ, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, જમ્મૂ કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ બે દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
Site Admin | ઓગસ્ટ 6, 2024 2:36 પી એમ(PM) | વરસાદ
ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તર પશ્ચિમ અને પૂર્વીય ભારતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી
