ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગોમાં શીતલહેરની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પશ્ચિમ બંગાળ, પૂર્વ ઉત્તર પ્રદેશ, સિક્કિમ અને બિહારમાં આજે રાત્રે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું રહેશે. આગામી બે દિવસ સુધી ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આવી જ સ્થિતિ રહેશે. દરમિયાન, આગામી 2-3 દિવસ દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.
Site Admin | જાન્યુઆરી 25, 2025 9:46 એ એમ (AM)
ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગોમાં શીતલહેરની આગાહી કરી છે
