ભારતીય હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી છે. હિમાચલપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝૉરમ અને ત્રિપુરાના કેટલાક ભાગમાં આગામી 2થી ત્રણ દિવસ દરમિયાન રાત્રે અને સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં શીતલહેર રહેવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.
વિભાગના જણાવ્યા મુજબ, આગામી 24 કલાક પશ્ચિમી હિમાલયન ક્ષેત્ર અને ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં ઓછામાં ઓછું તાપમાન રહેશે, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે 2થી 5 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ જોવા મળી શકે છે.
Site Admin | જાન્યુઆરી 1, 2025 2:27 પી એમ(PM) | ભારતીય હવામાન વિભાગ