ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં પણ આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં માછીમારોને નહીં જવાની સલાહ આપી છે. આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન રાત્રે અને સવારના કલાકોમાં મધ્યમ થી ગાઢ ધુમ્મસની છવાયેલું રહેવાની શક્યતા છે.
Site Admin | નવેમ્બર 24, 2024 8:44 એ એમ (AM) | ભારતીય હવામાન વિભાગ