ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે લક્ષદ્વીપ, કેરળ અને માહેમાં પણ ભારે વરસાદની શક્યતા છે. વિભાગે જણાવ્યું કે, આ સપ્તાહમાં આંદમાન અને નિકોબાર દ્વિપસમૂહમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પૂર્વ ઉત્તરપ્રદેશમાં રાત્રે અને સવારે ગાઢ ધૂમ્મસની સ્થિતિ રહી શકે છે. જ્યારે આગામી 2થી ત્રણ દિવસમાં દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં રાત્રે અને સવારના સમયે મધ્યમથી ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે.
Site Admin | નવેમ્બર 20, 2024 7:56 પી એમ(PM)