ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં આ મહિનાની 15મી તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે. આજે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના ઘણા ભાગોમાં અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં, શ્રીલંકાઅને તમિલનાડુના દરિયાકાંઠે અને તેની બહારના વિસ્તારોમાં આજે ભેજવાળુ હવામાન રહેવાની શક્યતા છે..
હવામાન વિભાગે માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે.હવામાન એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી 3-4દિવસ દરમિયાન પશ્ચિમ પંજાબ અને હિમાચલ પ્રદેશના ભાગોમાં રાત્રિ અને સવારના કલાકોમાં અત્યંત ગાઢ ધુમ્મસની સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવના છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. પૂર્વીય પ્રદેશમાં 2 દિવસ પછી તાપમાનમાં 3-4ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.
Site Admin | નવેમ્બર 12, 2024 9:38 એ એમ (AM) | વરસાદ