ભારતીય હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 2થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થાય તેવી શક્યતા છે. જ્યારે આ મંગળવારે આંદમાન અને નિકોબાર દ્વિપસમૂહમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત દિલ્હી અને એનસીઆરમાં આગામી 2થી ત્રણ દિવસમાં સવારે અને રાત્રે ધુમ્મસ છવાઈ રહે તેવી શક્યતા છે.
Site Admin | નવેમ્બર 3, 2024 1:56 પી એમ(PM) | ભારે વરસાદ