ભારતીય હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ઉપરાંત કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને રાયલસીમાના છૂટાછવાયા સ્થળોએ વીજળીના ચમકારા સાથે વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તરપશ્ચિમ ભારત અને મધ્ય ભારતના ભાગોમાં સામાન્યથી ઉપરનું તાપમાન આગામી એક સપ્તાહ દરમિયાન યથાવત રહે તેવી શક્યતા છે.
Site Admin | ઓક્ટોબર 31, 2024 9:55 એ એમ (AM)