ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન દેશનાં ઉત્તર પશ્ચિમી ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
અમારા પ્રતિનિધી જણાવે છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે દબાણ પશ્ચિમ દિશામાં જઈ રહ્યું છે, જે આવતી કાલ સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મેદાની અને દરિયાઇ વિસ્તારોમાં પ્રવેશીને પાકિસ્તાન તથા ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં પહોંચે તેવી સંભાવના છે. આને કારણે 31 ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, રાજસ્થાન, તટીય કર્ણાટક, કેરળ, માહે, ઝારખંડ, કોંકણ અને ગોવા, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને આંદામાન નિકોબારમાં અત્યંત ભારે વરસાદ પડશે.