ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 18, 2024 8:40 એ એમ (AM) | હવામાન વિભાગ

printer

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી.

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ બાંગ્લાદેશ ઉપરનો નીચા દબાણનો વિસ્તાર આવતીકાલ સુધીમાં ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે અને બાંગ્લાદેશને અડીને આવેલા ગંગાના પશ્ચિમ બંગાળ નજીક લો પ્રેશરની સંભાવના છે.જેમને લઈ ગંગાના પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આ મહિનાની 20 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.હવામાન વિભાગે પણ આગામી 2-3 દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
આ દરમિયાન, IMDએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં આખા સપ્તાહ દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને હળવા વરસાદ પછી વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ